ફરી પાછા ભૂલી જશે ………
૧૬મી સપ્ટેમ્બર આવી
મારો જન્મ દિવસ લાવી
શાળાઓમાં ભાષણ અપાશે
ફરી પાછા ભૂલી જશે ……….
કોલેજોમાં કાર્યક્રમો ચાલશે
ફરી પાછા ભૂલી જશે ………
મને બચાવવા સ્લોગન લખાશે
ફરી પાછા ભૂલી જશે ……….
આજના દિવસે વૃક્ષો વાવશે
ફરી પાછા ભૂલી જશે ……….
મારા માટે ઘણા ચિત્રો દોરશે
ફરી પાછા ભૂલી જશે ……….
આજના દિવશે કચરો સાફ કરશે
ફરી પાછા ભૂલી જશે ……….
આજના દિવશે પ્રતિજ્ઞા લેશે
ફરી પાછા ભૂલી જશે ……….
હવે ભાઈ તમે રેહવા દો
મારી રીતે મને જીવવા દો
પર્યાવરણમાં પ્રદૂષણ ન ફેલાવો
અરે ભાઈ આનાથી મને બચાવો
મને બચાવવા હવે આગળ આવો
ક્લોરો ફ્લોરો કાર્બન ને દૂર ભગાવો
અમારા વિશે કંઈક વિચારો
અમને હવે તો બચાવો
અરે જરા ધ્યાન થી સાંભળજો
અમારી વાતો યાદ રાખજો
હવે ચલો ઊભા થઈ આગળ આવો
પર્યાવરણ મિત્ર જોડે હાથ મલાવો
આજના દિવસે હું યાદ આવું છું
ભાઈ બાકીના દિવસોમાં ક્યાં જાઉં છું ? ?
– સિધ્ધાર્થ પાંડે
Green Catalyst is proudly powered by WordPress